ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બમરનાં વચગાળાના જામીન વિશે આજે સુનાવણી કરવાના છે. દિલ્હી હાઈકોર્ટેથી જામીન રદ થયા પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ આ વિશે સુનાવણી કરશે. આ પહેલાં સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચુકાદો આપીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. જસ્ટિસ અજય કુમારે કહ્યું કે, ચિદમ્બરમ સામે લાગેલા આરોપ ગંભીર છે, તેની ઉંડાણ પૂર્વક તપાસ જરૂરી છે.

આઈએનએક્સ મામલે ઈડીએ મનિ લોન્ડરિંગ અને સીબીઆઈએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 23 ઓગસ્ટે સુનાવણી કરીને ઈડી મામલે 26 ઓગસ્ટ સુધી ચિદમ્બરમની ધરપકડ ન કરવા કહ્યું છે. સીબીઆઈ મામલે ચિદમ્બરમને કોઈ રાહત મળી નથી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી