આપણા ભૂપેન્દ્ર પટેલ આપણી સાથે… આપણા માટે….

રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામે થી કરાવ્યો હતો. રાજ્યના પ્રજાજનો ને મળવા પાત્ર લાભ સહાય ઘર આંગણે મળી રહે તેવા ઉદાત જન સેવા ભાવ થી આ સેવા સેતુ નો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં યોજાશે.

2500 જેટલા સેવા સેતુ દ્વારા સરકારના વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓ આ અન્વયે સ્થળ પર ઉપલબ્ધ કરાવાશે.

મુખ્યમંત્રીએ સેવા સેતુ ના આ સાતમા ચરણ ના આરંભે એક નવતર પરંપરા ઊભી કરીને સ્ટેજ પરથી પ્રતિક રૂપે લાભ સહાય વિતરણ કરી કોઈ જ પ્રવચન નો ઉપક્રમ રાખ્યા સિવાય સીધા જ સેવા સેતુ ના લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે પહોંચી જઈ પ્રત્યક્ષ સંવાદ અને વાર્તાલાપ કરી લાભાર્થીઓની વિગતો જાણી હતી. આપણા ભૂપેન્દ્ર પટેલ આપણી સાથે… આપણા માટે..ની અનુભૂતિ લોકો ને કરાવી હતી

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી