મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબને અર્પી પુષ્પાંજલિ..

વિધાનસભા ખાતે લોખંડી પુરૂષને કર્યા નમન…

અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની 146મી જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવવંદના કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

આ અવસરે કેન્દ્રીય મંત્રી પરસોત્તમાઇ રૂપાલા, વિધાનસભા અધ્યક્ષા ડો.નીમા બહેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી દેવા ભાઈ માલમ તેમજ પૂર્વ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, ધારાસભ્યઓ, ગાંધીનગરના મેયર અને નગર સેવકો તથા ગાંધીનગર શહેર અને જિલ્લાના પદાધિકારીઓ વગેરે પણ પુષ્પાંજલિમાં જોડાયા હતા.

ભૂપેન્દ્ર પટેલ અને સૌ મહાનુભાવોએ ત્યાર બાદ વિધાનસભા પોડિયમમાં પણ સરદાર સાહેબના તસ્વીર ચિત્ર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી