September 23, 2021
September 23, 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગર, ધુંવાવ ગામની લીધી મુલાકાત

પહેલા કરતા સૌનું જીવન વધુ બહેતર બનશે – ભૂપેન્દ્ર પટેલ

નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એમ રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જળપ્રલયને કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. 

 60 ,  1