મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ

આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી અને વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા

ગુજરાતમાં વિજય રુપાણી મુખ્યમંત્રી પદે રાજીનામુ આપતા નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પદભાર સંભાળી લીધો છે. અમદાવાદ સ્થિત કૌશલેન્દ્રજી મહારાજના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી‌. પૂજ્ય કૌશલેન્દ્રજી મહારાજે મુખ્યમંત્રીને દીર્ધાયુ અને સફળ નેતૃત્વના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન એક મિનિટ માટે પહેલાથી જ ટ્રાફિક બંધ કરી દેવાયો હતો જો કે અગાઉ મુખ્યમંત્રીએ તેમના કાફલા દરમિયાન પ્રજાને પરેશાની ન થતા તે માટે ડ્રાફિકને ઓછો રોકવામાં આવે તેવા CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્દેશ કરાયો છે ત્યારે ટ્રાફિકને હળવો રોકીને જ મુખ્યમંત્રીને કાફલો આગળ વધ્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાતમાં એક સપ્તાહમાં ભાજપના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્યમાં મુખ્યમંત્રી સહિત નો રીપીટ થીયરી અપનાવી સમ્રગ મંત્રીમંડળમાં 100 ટકા ફેરફાર કરીને જનતા જ નહીં પણ ભાજપના જૂના જોગીને આંચકો આપ્યો છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી