મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રમૂજી અંદાજ…

અહીં વિકાસ બરાબર કરજો, આ મારી સાસરી છે…

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રીનો રમૂજી સ્વભાવ સામે આવી રહ્યો છે. મહેસાણામાં આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહમાં તેમણે કહ્યું, અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે. ગઈકાલે એક કાર્યક્રમમાં તમે લાફા નહીં મારો તેવી વાત કરી હતી ત્યારે આજે વધુ એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે.

સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ બરાબર કરજો આ મારી સાસરી છે. આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે જે આગળ સુધી જાય છે. તેને કોઈ મુશ્કેલી નથી આવતી. કરોડપતિ હોય પણ રૂપિયો ન છૂટે તો શું કામનું તેવી વાત પણ તેમણે કરી હતી. તો આ સાથે જ એમપણ જણાવ્યું હતું કે, પાચીયુંય છૂટે નહીં એવા માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું?

ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે રમુજ કર્યો હતો. અને કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે. એટલે નવા નવા આવ્યા હોય એટલે બધાને ઉત્સાહ પણ હોય. મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો.

 89 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી