સોશિયલ મીડિયા એપ એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ એપ્લિકેશન આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા, પૂજ્ય ગુરુદેવ શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા નિર્મિત એલીમેન્ટ્સ એપ-ગુજરાતી ઈ-લોન્ચના પ્રસંગે ગુજરાતના પ્રતિભાશાળી કલાકારોની વિશેષ બેઠકનું 6 નવેમ્બરનાં રોજ આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી એલીમેન્ટ્સ એપનું વિમોચન કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે “આ એપ લોકોને એક બીજા સાથે જોડવામાં મદદરૂપ થશે તથા આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે એવી આશા રાખું છું.”એલીમેન્ટ્સ એક ભારતીય એપ છે, ગુરુદેવ રવિશંકરજીની પ્રેરણાથી બનાવવામાં આવેલ ઓડિયો ફર્સ્ટ- શ્રાવ્ય પ્રધાન આ એપમાં ચેટ, ફોન-કોલ્સ, અને વોઇસ નોટ્સ ની સુવિધા છે.

આ એપ નાં વિશિષ્ટ પાસાંઓમાં
ઓડિયો ફર્સ્ટ – શ્રાવ્ય પ્રધાન ભારતીય એપ
વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ
કોલ્સ-સેવામાં અવાજની સ્પષ્ટતા
વોઇસ નોટ્સ ને કૅપ્શન- શીર્ષક આપી શકાશે, જેથી મેસેજની અગ્રીમતા – પ્રાયોરિટી જાણી શકાશે.
300 મેમ્બર્સનું ગ્રુપ બનાવવાની સુવિધા
વયસ્ક યુઝર્સ માટે ઉપયોગી અને સુગમ
જેઓ માત્ર માતૃભાષા જ જાણે છે તેમના માટે એપના ઉપયોગની સરળ વ્યવસ્થા
ઓડિયો ક્લિપ્સ વિભાગ- મનોરંજન અને જુદી જુદી માહિતીઓ ની આપ-લે માટેનું પ્લેટફોર્મ
સિનેમેટિક વોઇસ ફિલ્ટર્સની સુવિધા
ચેટ મેસેજ અને કોલ્સની સુનિશ્ચિત પ્રાઇવસી
યુઝર સુરક્ષિતતા અને ગોપનીયતાની ખાત્રી
યુઝર ડેટા માત્ર ભારતમાં રહેશે.

એપમાં, એલીમેન્ટ્સ ક્લિપ્સ નામની વિશેષ સુવિધા નો સમાવેશ કરવામાં આવ્યો છે. નજીકનાં ભવિષ્યમાં આ સુવિધા અંતર્ગત, ગુજરાતી કવિતાઓ, સંગીત, સાહિત્ય, નાટ્ય જેવા અનેક વિભાગને આવરી લેતી, ગુજરાતના અગ્રીમ કલાકારોની ઓડિયો ક્લિપ્સ ઉપલબ્ધ થશે. જેમાં શ્રોતા પોતાની પસંદના કલાકારની ચેનલ તેમ જ પોતાના રસના વિષયને પસંદ કરીને ઓડિયો સાંભળી શકશે. આ ઉપરાંત યુઝર પોતે પણ પોતાની ઓડિયો ક્લિપ્સ અપલોડ કરી શકશે.

એલિમેન્ટ્સ એપ ભારતનાં બધાં રાજ્યોમાં, માતૃભાષામાં લોન્ચ થશે. ગુજરાત સૌથી પહેલું રાજ્ય છે, જ્યાં એપનું ઈ-લોન્ચ કરવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવ રવિશંકરજી તથા માનનીય મુખ્ય મંત્રીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રસિદ્ધ કલાકારો શ્યામલ-સૌમિલ મુન્શી તથા શ્રીમતી આરતીબેન મુન્શી, અતુલ પુરોહિત, આદિત્ય ગઢવી, ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર, ભાવીનીબેન જાની, શ્રી નયન પંચોલી, શ્રીમતી સોનલબેન રાવલ, અર્ચન ત્રિવેદી, ભરત બારિયા અને અક્ષય પટેલ, સુશ્રી મમતા સોની, સુશ્રી મમતા ભાવસાર, આરજે દિપાલી, આરજે સિડ, વિનીત કનોજીયા અને રાહુલ ભોલે, સુશ્રી ભક્તિ કુબાવત, વિશાલ પારેખ, જીતુ પંડયા, સ્મિત પંડયા, સુશ્રી અભિજ્ઞા મહેતા, સુશ્રી શૈલજા શુક્લા, કેતન ત્રિવેદી, ભાર્ગવ મેરાઈ અને ભર્ગસેતુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ઓસમાન મીર ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મહારાણીશ્રી શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી