મુખ્યમંત્રી ચન્ની ખેડૂતોના 2 લાખ સુધીના દેવા કરશે માફ

પંજાબના ખેડૂતોને ચૂંટણી પહેલા મોટી ભેટ

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આજે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે. સાથી જ ભૂમિહીન મજૂરોના પણ દેવા માફ કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે, પંજાબ સરકાર દેવાદાર ખેડૂતોના ખાતામાં 2 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. આ રકમ આગામી 10થી 15 દિવસમાં પહોંચી જશે.

તેમણે આગળ જણાવ્યુ છે કે, સરકારે શ્રી ભગવત ગીતા અને રામાયણ પર અધ્યયન કેન્દ્ર સ્થાપવાનો પણ નિર્ણય કર્યો છે. આ અધ્યયન કેન્દ્ર પટિયાલામાં સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે, આજકાલ પંજાબી સંગીત અને ફિલ્મની વિરાસતને બચાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક ફિલ્મ અને ટેલીવિઝન કાઉંસિલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું ગઠન 10 દિવસમાં કરી નાખવામાં આવશે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી