September 23, 2021
September 23, 2021

મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજાને EDનું તેડું

કોલસા કૌભાંડનો રેલો મમતાના પરિવાર સુધી પહોંચ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ પૂછપરછ માટે સમન્સ પાઠવામાં આવ્યું છે. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે તેમની પત્ની રૂજીરા બેનર્જીને પણ પૂછપરછ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રૂજીરાને કોલસા બ્લોક ફાળવણી સંબંધિત કથિત મની લોન્ડરિંગ આરોપો માટે 1 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવી શકે છે, જ્યારે અભિષેકને 6 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોલસા કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધાયા બાદ ઈડીએ બંગાળમાં સરકારી કોલસાની ખાણોમાં કથિત ચોરી અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં તપાસ શરૂ કરી હતી. સીબીઆઈ પહેલા જ એક કેસમાં અભિષેક અને રૂજીરા બેનર્જીની આ વર્ષે ચૂંટણી પહેલા પૂછપરછ કરી ચૂકી છે. જોકે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિષેક અને રૂજીરાને આ કેસમાં અન્ય 4 લોકો સાથે હાજર રહેવા માટે કહ્યું છે.

 61 ,  1