મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડના સભ્યોની નિમણૂક કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ સહિત પાંચ બિન સરકારી સભ્યોની નિમણુંક કરી છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરી છે.બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમભાઇ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહજી ઝાલા અને હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં જન-જન સુધી યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યમંત્રીએ ગત તા. 21 જૂન વિશ્વયોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી.

આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશનરનો સમાવેશ થયેલો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની પહેલને સમગ્ર વિશ્વએ ઝીલી છે અને આખી દુનિયામાં 21મી જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ તેમજ યોગની પ્રવૃતિનો રાજ્યમાં બહોળો પ્રચાર પ્રસાર થાય તેવા હેતુથી મુખ્ય મંત્રીએ વિશ્વ યોગ દિવસના દિને રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી