પતિ, પત્ની ઓર વોઃ યે કહાની હૈ ગુજરાત કે IAS અફસર કી…

ગુજરાતનાં ઉચ્ચ વહીવટી તંત્રમાં હાલમાં એક સન્દી અઘિકારીનાં પ્રમ લગ્ન મામલે ભારે વિવાદ સર્જાયો છે. અને મામલો છેક મુખ્યમંત્રી વિજય રુપાણી સુધી પહોંચ્યો છે. ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા અને તેમની કથિત બીજી પત્ની લીનુ સિંહે સામસામે ફરિયાદો કરતા વિવાદ સર્જાયો છે.

આ મામલે સામાન્ય વહીવટી વિભાગના વડા તરીકે મુખ્યમંત્રી રૂપાણી ગૌરવ દહીયા બાબતે શું પગલા લેવા તે અંગે નિર્ણય કરશે. માત્ર એટલું જ નહીં ગૌરવ દહીયાને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવે એવી શક્યતા છે. તેમાં સેક્સ્યુઅલ હેરસમેન્ટ થયું છે કે નહીં તે અંગે એક સમિતિ તપાસ કરશે. આ સમિતિમાં સિનિયર મહિલા IAS અધિકારીઓને સમાવવામાં આવશે.

ગૌરવ દહિયાની અરજીને લઈને મુખ્ય સચિવને માહિતગાર કરવામાં આવ્યા છે. ​​​​​​​દહિયાની પૂર્વ પત્નીને પણ અરજી અંગે માહિતી આપવામાં આવી છે. ​​​​​​​દહિયાના પ્રેમ સંબંધોથી પૂર્વ પત્ની શિવાની પણ અજાણ હતી. આ અંગે શિવાનીએ જીએડીને જાણ કરી છે. આ અરજીના આધારે જ દહિયાએ બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા હોવાની વાત પણ સૂત્રોમાંથી જાણવા મળી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી