September 20, 2021
September 20, 2021

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ

જાણો શા માટે કરવામાં આવી કડક કાર્યવાહી…

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદ કુમાર બઘેલની બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ આજે ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે દિલ્હીથી ધરપકડીને કરીને નંદ કુમાર બઘેલને રાયપુરની કોર્ટમાં રજૂ કર્યાં હતા.

દીનદયાળ વિપ્ર સમાજના સભ્યો દ્વારા નંદકુમાર બઘેલ સામે FIR દાખલ કરવામાં આવી છે. રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી યોગિતા ખોપર્ડેએ જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરના રોજ અમને બ્રાહ્મણ સમાજ સુંદર નગર તરફથી ફરિયાદ મળી હતી કે નંદ કુમાર બઘેલ બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરે છે. આ કેસ 4 સપ્ટેમ્બરના રોજ નોંધવામાં આવ્યો હતો.

આ ટિપ્પણી લખનઉમાં કરવામાં આવી હતી
ગત મહિને લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં નંદ કુમાર બઘેલે બ્રાહ્મણો પર ટિપ્પણી કરી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન, તેમણે અહેવાલ આપ્યો હતો કે, ‘અબ વોટ હમારા રાજ તમારું રાજ ચલેગા નહીં. અમે આંદોલન કરીશું. બ્રાહ્મણોને ગંગાથી વોલ્ગા (રશિયાની એક નદી) મોકલશે, કારણ કે બ્રાહ્મણો વિદેશી છે. બ્રાહ્મણોને સુધારવા જોઈએ અથવા વોલ્ગા જવા માટે તૈયાર થવું જોઈએ. ‘

 74 ,  1