‘હું T-20 રમવા નથી આવ્યો’ – CM ભૂપેન્દ્ર પટેલ

તાપીના સોનગઢ ખાતે મુખ્યમંત્રીનું નિવેદન

તાપીના સોનગઢમાં ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું T-20 મેચ રમવા નથી આવ્યો.

તાપીના સોનગઢમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, અન્ય મંત્રીઓ તથા સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હું T-20 મેચ રમવા નથી આવ્યો. હું સરળ અને સીધો માણસ છું. મારા અને તમારી વચ્ચે CM પદ નહીં આવે. હરિફાઈ કામ કરવાની હોય, કામ કરનાર વંચિત નહીં રહે. કાર્યકરોને ગાંધીનગર લાવો, તમામના કાર્ય થશે એ મારી જવાબદારી. આપણે એક છીએ અને એક જ રહીશું. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ દરેક ચૂંટણી જીત્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ T20 મેચની વાત કરી હતી. અડધી પીચે T20 મેચ રમવા આવ્યાનું તેઓ કહેતા હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી