September 23, 2021
September 23, 2021

ચિક્કાર દારૂપીને બેફામ વાહનો ચલાવે છે ડ્રાઇવરો – મોઢવાડિયા

હપ્તા સિસ્ટમના લીધે વાહનચાલકોની નથી થતી તપાસ – અર્જુનભાઈ મોઢવાડિયા

હેવી વાહનનું લાઈસન્સ એટલે કોઈને પણ કચડી નાંખવાનો પરવાનો ગણી શકાય નહીં, કાયદામાં પરિવર્તન જરૂરી – અર્જુનભાઈ મોઢવાડીયા

પાટણ શહેરમાં સર્જાયેલ અકસ્માતના CCTV ફુટેજ શેર કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બેફામ ટ્રક ચાલકે દુધ સાગર ડેરી(હાંસાપુર)માં નોકરી કરતા આશાસ્પદ યુવાન અજય રામાભાઈ ચૌધરીને કચડી નાંખ્યો, પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો. મારી સંવેદહના મૃતકના પરિવાર સાથે છે, પરમાત્મા મૃતકના આત્માને શાંતિ આપે!

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ સવાલ માત્ર એક યુવાન પુરતો નથી. આજે ગુજરાતમાં ચિક્કર દારૂપીને બેફામ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરો માંતેલા સાંઢની માફક અનેક પરિવારોને ઉજાડતા ફરી રહ્યાં છે. છતાં આપણા કાયદાઓ એટલા પાંગળા છે કે કોઈ ડ્રાઈવરોને કોઈ સજા થઈ શકતી નથી.

અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે દારૂપીવો ગુજરાતમાં ગુનો છે, દારૂપીને ડ્રાઈવીંગ સમગ્ર દેશમાં ગુનો છે, શહેરોમાં હેવી વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, રાત્રે 11 વાગ્યા પહેલા શહેરી વિસ્તારોમાં ખાનગી હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. છતાં હપ્તા સિસ્ટમના લીધે વાહનચાલકો બેફામ છે. દારૂપીધેલ હોવા છતાં વાહનો ચાલાવવા દેવામાં આવે છે. શહેરી વિસ્તારમાં હેવી વાહનોને પ્રવેશની મંજુરી નથી છતાં પ્રવેશ આપવામાં આવે છે. પરિણામે આવા વાહન ચાલકો અકસ્માતો સર્જે છે અને નિર્દોષ લોકોના જીવ લે છે. બદલામાં તેમને વધુમાં વધુ બે ચાર મહિનાની સજા થઈ શકે (એ પણ બીજા દિવસે જામીન મળી જાય) કારણ કે તેમની પાસે હેવી વાહન ચલાવવાનું લાઈસન્સ છે!

અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો કે શું હેવી વાહન ચલાવવાનું લાઈસન્સ એટલે બેફામ રીતે આશાસ્પદ યુવાનોને કચડી નાંખવાનો પરવાનો છે? જો આપણા કાયદા આટલો પાંગળા છે, તો તેને બદલવાની જરૂર છે. કોઈ વ્યક્તિના જીવન સાથે રમવાનો પરવાનો કોઈ કિમત ઉપર આપી શકાય નહીં!

બેકાબૂ ટ્રકે યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

પાટણના ઊંઝા હાઈવે પાસે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું હતું. સર્કલ પાસે ઉભેલો બાઈક સવાર જીવ બચાવવા માટે બાઈક મૂકી દોડે છે પરંતુ બેફામ ટ્રક તને કચડી નાખે છે.

આ હ્રદયસ્પર્શી ઘટનાના CCTV સામે આવ્યા છે. જે તમને અંદરથી હચમચાવી દે તેવા છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે પરિવારે પોતાનો લાડકવાયો દિકરો ગુમાવ્યો છે. આ યુવાન કાંસા ગામનો અજય ચૌધરી છે. પરિવારે એક આશાસ્પદ અને ઘરના મોભી દિકરાને ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. આ ગંભીર અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 61 ,  1