September 19, 2020
September 19, 2020

સુરત : પાંડેસરામાં બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો, દોસ્ત જ નીકળ્યો હત્યારો

પબજી ગેમ રમવાની બાબતને લઇ મિત્રએ મિત્રની કરી હત્યા

શહેરના પાંડેસરા વિસ્તારમાં બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મિત્રએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. નજીવી વાતને લઇ ઝઘડો થતાં બન્ને મિત્રો આપસમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. બાદમાં ઉશ્કેરાયેલા મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઝારખંડના વતની અને પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગર પ્લોટ નં.57 માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંતોષ અજયભાઈ તિવારીનો 11 વર્ષનો પુત્ર આકાશ ગત બપોરે 3 વાગ્યે તેની માતાને સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.

પરિવારજનોએઆકાશની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતા આખેર પાંડેસપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અપહરણનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આકાશ મૃત હાલતમાં તેના ઘર નજીક જ લક્ષ્મીનગર પાસેથી મળી આવ્યો હતો. આકાશના ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા સેવવામાં આવી હતી.

જો કે પોલીસ તપાસમાં ગણતરીના જ કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. જેમાં પબજી ગેમ રમવાની બાબતે આકાશ અને તેના મિત્ર અમન સુરેશ શિવહરે સાથે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા અમને આકાશનું ગળું દબાવી મોતને ઘાત ઉતારી દીધો હતો.

આકાશની હત્યા કર્યા બાદ આરોપી અમન સુરેશ શિવહરે લાશને પોતાના ઘરમાં પલંગ નીચે ચાદર ઓઢાડી ભાગી ગયો હતો. રાત્રે હત્યારાનો રૂમ પાર્ટનર નોકરીથી આવી સુવા માટે ચાદર લેવા ગયો ત્યારે લાશ જોઇ હતી. રૂમ પાર્ટનરે પડોશીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.

હાલ આ મામલે પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ પૂછપરછ હાથ ધરી છે.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર