September 26, 2022
September 26, 2022

પ્રદીપસિંહે કર્યો ચોકાવનારો ખુલાસો, 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે…

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં ગુમ થયેલા બાળકો અંગે આજે ગુજરાત વિધાનસભામાં વિવિધ ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં ખુલાસો થયો છે કે, રાજ્યમાંથી એક વર્ષમાં કુલ 2,307 બાળકો ગુમ થયા છે. આ અંગે જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થનારા સૌથી વધુ બાળકો 14થી 18 વર્ષની ઉંમરના હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 431 બાળકો ગુમ, 369 પરત ફર્યા છે. તેવી રીતે રાજકોટમાં 247 બાળકો ગુમ, જેમાંથી 176 બાળકો પરત ફર્યા છે.

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 2,307 બાળકો ગુમ થયા છે, જેમાંથી 1,804 બાળકો મળી આવ્યાં છે. કુલ બાળકોમાંથી 497 બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જે બાળકો ગુમ થયા છે તેમાંથી મોટા ભાગના બાળકોની ઉંમર 14થી 18 વર્ષ છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી