‘વાયુ’ વાવાઝોડાથી બચવા ચીને માંગી ભારતની મદદ

અરબ સાગરમાં હવાના ઓછા દબાણની સ્થિતિને પગલે ઉત્પન્ન થયેલ ચક્રવાત વાયુ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતમાં શરણ લીધી છે. ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગિરી બંદરમાં શરણ આપવામાં આવી છે.

ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર. સુરેશે જણાવ્યું કે ચક્રવાત વાયુથી બચવા માટે મંગળવારે 10 ચીની જહાજને રત્નાગિરી બંદરમાં સહારો આપવામાં આવ્યો છે. માનવીય આધાર પર ભારતીય તટરક્ષક બળે તેમને સુરક્ષા ઘેરા અંતર્ગત ત્યાં રહેવાની મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ ચક્રવાત વાયુથી નિપટવા માટે ગુજરાત પ્રશાસન હાઈ અલર્ટ પર છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગર પર ઓછા દબાણનું વિસ્તાર બની ગયું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ વાયુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જે આગામી 13 તારીખે ટકરાઇ શકે છે. તો ગૃહમંત્રી અમિત શાહે ૧૧ જુને ચક્રવાતી વાયુને પહોંચી વળવા માટે રિવ્યુ બેઠક પણ કરી તૈયારીઓનું સમીક્ષા કરી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સમીક્ષા બેઠક પણ બોલાવી હતી. એનડીઆરએફની ટીમને સૌરાષ્ટ્ર અને ગિર સોમનાથ મોકલી આપવામાં આવી છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી