આખરે નફ્ફટ-કપટી ચીનની કબૂલાત – અમારા માત્ર પાંચ મર્યા

ગલવાન ઘટનામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા

ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે. PLA એ દાવો કર્યો છે કે આ ઝપાઝપીમાં 4 સૈનિકો માર્યા ગયા અને એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અત્રે જણાવવાનું કે આ ઘર્ષણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. જો કે તાજેતરમાં જ રશિયાની સમાચાર એજન્સી તાસે એવો ખુલાસો કર્યો હતો કે ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણમાં 45 ચીની સૈનિકો માર્યા ગયા હતા.

ચીનની સેનાએ ગલવાન ખીણમાં ભારતીય જવાનોના હાથે માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને એક વીડિયો જારી કર્યો છે. ચીને માર્યા ગયેલા 4 સૈનિકોના નામ પણ જણાવ્યાં છે. આ મૃત સૈનિકોના નામ ચેન-હોંગચૂન, ચેન શિઆંગરોંગ, શિયાઓ સિયુઆન, વાંગ ઝુઓરાન છે. ચીની સેનાએ કહ્યું કે આ સૈનિકોએ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પોતાની જમીનની રક્ષા કરતા જીવ આપ્યો. માર્યા ગયેલા ચીની સૈનિકોમાં એક બટાલિયન કમાન્ડર અને ત્રણ સૈનિકો હતા. ઘર્ષણ દરમિયાન ચીની સેનાનો રેજિમેન્ટલ કમાન્ડર ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ચીને આ અધિકારીઓ અને સૈનિકોનાં મોતની વાત કબૂલી છે. અત્યારસુધી તે ગલવાનમાં ઘાયલ થયેલા અને મૃતકોની સંખ્યા છુપાવતો રહ્યો હતો. પાંચ સૈનિકોને અવોર્ડ આપતી વખતે ગલવાનમાં બનેલા ઘટનાક્રમ વિશે પણ જણાવવામાં આવ્યું
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ જણાવ્યું કે, કેવી રીતે LAC પર ભારતીય સેનાએ મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કર્યા હતા. તેણે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિક ચીની સૈનિકોને પાછળ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીની સૈનિકોએ સ્ટીલ ટ્યૂબ, લાકડીઓ અને પથ્થરોના હુમલા વચ્ચે દેશની સંપ્રભુતાનો બચાવ કર્યો.

બન્ને દેશો વચ્ચે લગભગ 45 વર્ષમાં આ સૌથી મોટી અથડામણ હતી. પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે આમા ચીની સેનાના 40થી વધુ સૈનિક માર્યા ગયા હતા. PLAએ આ અથડામણ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. તેણે કહ્યું હતું કે એપ્રિલ 2020 પછી વિદેશી સેનાએ ગત વખતની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંઘન કરીને રસ્તા અને પુલોનું નિર્માણ કર્યું. જાણીજોઈને સરહદ પર પોતાની સ્થિતિને બદલતા જોઈ તેમણે કોમ્યુનિકેશન માટે મોકલવામાં આવેલા ચીની સૈનિકો પર હિંસક હુમલો કર્યો

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર