ભારત-ચીન તણાવને પગલે શેરબજારમાં કડાકો, સેંસેક્સમાં 839થી વધુ પોઈન્ટનું ગાબડું

રિલાયન્સ, HDFC બેંક, SBI સહિતના મોટા શેર્સ તૂટ્યા, સેંસેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું

ભારત અને ચીન વચ્ચે તણાવને કારણે શેરબજારમાં ભારે નુકસાન થયું હતું. બજારમાં ભારે વેચાવલીને કારણે સેંસેક્સમાં 1300 પોઈન્ટથી વધારેનો કડાકો આવ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 300 અંકોથી વધારે તૂટીને 11 હજાર પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે કારોબારમાં સેંસેક્સમાં 500 અંકોની તેજી જોવા મળી રહી હતી જ્યારે નિફ્ટી 11700ના સ્તરે પહોંચી ગયો હતો. તો બીજી તરફ HDFC, કોટક બેંક, SBI, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેંક સહિતના બેન્કિંગ અને ફાઈનાન્સ કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 839 અંક એટલે કે 2.13 ટકાના ઘટાડા સાથે 38,628.29 ના સ્તર પર બંધ થયું, તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 206 અંક એટલે કે 2.23 ટકાના ઘટાડા સાથે 11,387.50 ના સ્તર પર બંધ થયું હતું.

આજે સવારે 11 વાગ્યે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સૈન્ય અથડામણના સમાચાર સામે આવ્યા બાદ વેચાવલીનો દોર શરૂ થયો હતો. અને સેંસેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું.

નિફ્ટી બેંક ઉપરથી લગભગ 1300 અંક ઘટ્યો છે. બેંક, મેટલ શેરોમાં પણ વેચાવલી જોવા મળી રહી છે. મિડકેપમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું પ્રમાણ વધતા અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં 1050 પોઈન્ટથી વધારેનો કડાકો બોલી ગયો છે. ખાસ કરીને HDFC, કોટક બેંક, SBI, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેંક સહિતના બેન્કિંગ અને ફાઈનાન્સ કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર