ચીને ભારતને આપી ધમકી, દલાઇ લામાના ઉત્તરાધિકારી પર નિર્ણય અન્ય લોકો દ્વારા લઇ શકાય નહીં

દલાઇ લામાની પસંદગીને લઇ ચીને ફરી એકવખત પોતાનું રૂપ બતાવી દીધું છે. ચીનના અધિકારીનું કહેવું છે કે દલાઇ લામાના ઉત્તરાધિકારી પર કોઇપણ નિર્ણય ચીનની અંદર જ થવો જોઇએ અને આ મુદ્દા પર ભારતે કોઇપણ પ્રકારની દખલની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.

તિબેટમાં સહાયક મંત્રી સ્તરના અધિકારી વાંગ નેંગ શેંગ એ લ્હાસામાં ભારતીય પત્રકારો સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે દલાઇ લામાના ઉત્તરાધિકારી એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે. દલઇ લામાના ઉત્તરાધિકારી માટે સ્થાપિત ઐતિહાસિક સંસ્થાન અને ઔપચારિકતાઓ છે. તેમણે કહ્યું કે દલાઇ લામાના ઉત્તરાધિકારી પર નિર્ણય તેમની ખાનગી ઇચ્છા અથવા બીજા દેશોમાં રહેતા લોકોના જૂથ દ્વારા લઇ શકાય નહીં.

તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સરકારમાં મહાનિર્દેશક વાંગ એ કહ્યું કે હાલના દલાઇ લામાને બેઇજિંગે માન્યતા આપી હતી અને તેમના ઉત્તરાધિકારીની શોધ ‘સ્વર્ણ પાત્રમાં ડ્રો નીકાળવાની પ્રક્રિયા’ અંતર્ગત જ થવી જોઇએ.

બેઇજિંગમાં સરકાર દ્વારા સંચાલિત પ્રભાવી થિંક ટેન્ક ‘ચાઇના તિબ્બતોલૉજી રિસર્ચ સેન્ટર’ના નિર્દેશક ઝા લ્યૂ એ વાંગના વિચારો સાથે સહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે ચીનની અંદર પસંદ કરાયેલા આગળના દલાઇ લામાને માન્યતા નહીં આપવાના ભારતના કોઇપણ પ્રકારના ઇન્કારની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી