September 28, 2020
September 28, 2020

વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનનો વ્યવહાર સૌહાર્દપૂર્ણ નથી – ભારત

LAC પર ચીને ત્રણ વખત કરી હતી ઘુસણખોરીનો પ્રયત્ન, ભારતીય સેનાએ આપ્યો યોગ્ય જવાબ

સરહદ પર ચીન અને ભારત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ચીને મંગળવારે ફરીથી ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. લદાખના ચુમારમાં એલએસી પર ઘૂસણખોરીનો પ્રયત્નને લઇ ભારતીય સેનાની સતર્કતા જોઇને ચીનના સૈનિકો ભાગી ગયા. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા શ્રીવાસ્તવે કહ્યું કે, ચીનની સેનાના 29-30 ઓગસ્ટની રાતના પૈંગોંગ લેકના દક્ષિણ બેંક વિસ્તારમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક કાર્યવાહીનો જવાબ આપ્યો અને LAC પર દેશની ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરી છે.

ભારતે કહ્યું છે કે ચીનની સેનાએ 29,30, અને 31 ઓગષ્ટે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. દરમિયાન બન્ને દેશો વચ્ચે તનાવ ધટાડવા માટે વાતચીત ચાલુ હતી. ભારત ચીન સીમા ક્ષેત્રમાં હાલના ધટનાક્રમ અંગે પુછેલા પ્રશ્રમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતે હાલમાં ચીન દ્વારા ઉશ્કેરણી જનક અને ઉત્તેજક કાર્યવાહી અંગે રાજકીય અને સૈન્ય માધ્યમો દ્વારા ચીન સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે ભારતે ચીનને આગ્રહ કર્યો છે કે તે તેમની સેનાને અનુશાસીત અને નિયંત્રણ કરે. જેથી તેઓ ઉશ્કેરણી જનક કાર્યવાહી ન કરે.

વધુમાં તેમણે કહ્યું, ભારત-ચીન સીમા ઉપર સ્થીતિને ઉકેલવા છેલ્લા 3 મહિનાથી સૈન્ય અને રાજકીય માધ્યોમોથી પરસ્પર વાતચીત કરી રહ્યાં છે. તેમના વિદેશ મંત્રી અને વિશેષ પ્રતિનિધી એ વાત ઉપર સંમત થયા છે કે સ્થીતિને જવાબદારી પૂર્વક ઉકેલવો જોઇએ અને કોઇપણ પક્ષ ઉશ્કેરણી જનક કાર્યવાહી ન કરે અને એ સુનિશ્ચીત કરવામાં આવે કે દ્વિપક્ષીય સમજુતી અને પ્રોટોકોલ અનુરૂપ સીમા પર શાંતી બની રહે. પ્રવકતાએ કહ્યું કે આમ છતાં ચીને આ સંમતિનુ ઉલ્લધન કર્યું અને 29, 30 ઓગષ્ટે પેંગોગ જીલના દક્ષિણ તટના ક્ષેત્રમાં યથા સ્થીતિમાં બદલાવની કોશીશ કરી હતી.

ભારતે ઉશ્કેરણી જનક કાર્યવાહીનો જવાબ આપ્યો અને દેશના હિતોની સુરક્ષા અને ક્ષેત્રીય અખંડિતાની રક્ષા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે યોગ્ય રક્ષાત્મક કાર્યવાહી કરી હતી. પ્રવકતાએ કહ્યું કે જ્યારે બન્ને પક્ષના ગ્રાઉન્ડ કમાન્ડર વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે ચીને ફરીથી ઉશ્કેરણી જનક કાર્યવાહી કરી હતી. ભારતે આ સમયે રક્ષાત્મક કાર્યવાહી કરીને યથા સ્થીતિને બદલવાની એક તરફી કોશીશ ને નિષ્ફળ બનાવી હતી. ચીન દ્વારા પેંગોગ દક્ષિણી ક્ષેત્રમાં મેદાની વિસ્તારમાં યથા શક્તિ બદલવાના તાજા પ્રયાસને ધ્યાનમાં લેતા મંગળવારે પૂર્વીય લડાખમાં સ્થીતિની વ્યાપક સમિક્ષા કરવામાં આવી.

આ બેઠકમા વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સીડીએસ જનરલ બીપીન રાવત, સેના પ્રમુખ જનરલ એન.એન. નરવણે, અને વાયુસેના પ્રમુખ આર કે એસ ભદોરીયા સામેલ થયા હતાં. બેઠકમા ચર્ચાનો મુદો ચીનની પીપલ્સ લીબરેશન આર્મી પીએલએ દ્વારા દક્ષિણ વિસ્તારમાં કરેલી ઉશ્કેરણી જનક કાર્યવાહી સામે ભારતની ભવિષ્યની કાર્ય રુપરેખા રહી હતી

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર