ચીન: ચક્રવાત ‘લેકિમા’નો કહેર, 28નાં મોત અનેક લાપતા

ચીનમાં ચક્રવાત લેકિમાએ ભારે તારાજી સર્જી છે. અત્યાર સુધી 28 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે આશરે 10 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ ચક્રવાત લેકિમા ઝિઆંગ પ્રાંતથી પસાર થઈ શાંધાઈ તરફ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને લઇ લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ ચક્રવાતને પગલે તૂટી પડેલી ઇમારતોમાંથી લોકોને બચાવી લેવાની તેમજ લાપતા લોકોની શોધખોળની કામગીરી ઇમરજન્સી ટુકડીઓ કરી રહી છે. ચક્રવાત લેકિમાને પગલે 1000થી વધારે ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને રેલ્વે સેવાને પણ બંધ કરવામાં આવી છે.

વાવાઝોડું શાંઘાઈ ઉપરાંત અન્હુઈ, ફુજિયાન, જિયાંગસુ અને ઝિજિયાંગ સહિતના પૂર્વીય પ્રાંત તરફ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને તે વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણીઓ જાહેર કરવામાં આવેલી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી