ચીન – કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, નહીં સુધરે…

ભારત પાસે હવે યુદ્ધ એજ કલ્યાણ…

LAC પર ચાલી રહેલા વિવાદ માટે ભારતે ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારોની તૈનાતીને જવાબદાર ઠેરવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે LAC પર ચીનના ઉશ્કેરણીજનક વલણ અને યથાવત્ સ્થિતિ બદલવાના એકપક્ષીય પ્રયાસોનો પણ યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય પક્ષે સુરક્ષા હિતોનું રક્ષણ કરવા માટે જવાબી તૈનાતી કરી છે. મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે ચીની પક્ષ લદ્દાખ ક્ષેત્રમાં પ્રવર્તતા મુદ્દાઓનો વહેલો ઉકેલ શોધવાની દિશામાં કામ કરશે.

ચીને પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા વિવાદ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. જે બાદ ભારતે ચીન પર કટાક્ષ કરતા કહ્યું કે, ચીની સેનાની ઉશ્કેરણીજનક વર્તણૂક અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાવત્ સ્થિતિ બદલવાના એકપક્ષીય પ્રયાસે શાંતિને ગંભીર રીતે ખલેલ પહોંચાડી છે.

ચીન લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, એટલે કે LAC પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે, સાથે જ અહીં શસ્ત્રો પણ એકત્ર કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી ગુરુવારે જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ચીનની હરકતો પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે અને દેશની સુરક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન બાગચીએ કહ્યું હતું, ચીન ઉશ્કેરણીજનક કૃત્યો કરીને તે LACમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત પણ પોતાની સરહદોની સુરક્ષા કરવાનું જાણે છે અને અમે દરેક હિતનું રક્ષણ કરવા તૈયાર છીએ.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી