CDS બિપિન રાવતના મોત માટે ચીનના સરકારી અખબારનો અમેરિકા પર આરોપ

ગ્લોબલ ટાઇમ્સની અવડચંડાઇ : બ્રહ્મચેલાનીના ટ્વીટનું ખોટું અર્થઘટન કરીને દુરોપયોગ કર્યો

તમિલનાડુમાં ગઈકાલે એમઆઇ ૧૭ હેલિકૉપ્ટર ક્રેશ થવાથી દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું સર્વોચ્ચ પદ ધરાવતા જનરલ બિપિન રાવતનું મુત્યુ થતા દેશ- વિદેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે વિદેશી શકિતઓ ખાસ તો ચીનનો હાથ હોવાની થિએરી પણ વહેતી થઇ છે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મચેલાનીની પ્રતિક્રિયાનું ખોટું અર્થઘટન કરીને ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે અમેરિકા જવાબદાર હોવાનું સ્થાપિત કરવા પ્રયાસ કર્યો છે. સીડીએસ બિપિન રાવતના મુત્યુના ૨૪ કલાક પછી સોશિયલ મીડિયામાં આ ઘટનાને તાઇવાનના સૈન્ય અધિકારી જનરલ શેન યી મિંગ સાથે સરખાવવામાં આવી રહી છે. એક વર્ષ પહેલા મિગનું ચોપર પણ તાઇવાનના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થતા મુત્યુ થયું હતું.

આ દુર્ઘટનામાં મિગ સાથે ૮ સૈન્ય અધિકારીના પણ મોત થયા હતા. જનરલ શેંગ પણ અત્યંત અધતન અને મજબૂત ગણાતા અમેરિકી હેલીકૉપ્ટર બ્લેક હૉકમાં મુસાફરી કરી રહયા હતા. શેન યી મિંગ તાઇવાનના અત્યંત બાહોશ સેનાપતિ હતા. એ સમયે સંરક્ષણ નિષ્ણાતોએ ચીન તરફ શંકાની સોય તાણી હતી કારણ કે મિંગ ચીનના ઘોર વિરોધી હતા. તેઓ અનેક વાર ચીન પર શાબ્દિક પ્રહારો કરતા હતા. સીડીએસ બિપિન રાવતના ચોપર ક્રેશની ઘટનાને તાઇવાનના સેના વડા મિંગ સાથે જોડતું ટ્વીટ કર્યુ હતું. ચીન સાથે છેલ્લા ૧૦ મહિનાથી સરહદ પર તણાવ ચાલે છે. આવા સમયે સીડીએસ. સીડીએસના પત્ની અને સ્ટાફનું મુત્યુ થવુંએ અત્યંત ખરાબ સમય છે. બ્રહ્મચેલાનીએ વધુમાં એમ પણ લખ્યું કે જનરલ રાવતના મોત અને જાન્યુઆરી ૨૦૨૦ની શરુઆતમાં તાઇવાનના સેના પ્રમુખની હેલિકૉપ્ટર દુર્ઘટના આ બંને વચ્ચે સમાનતા જણાય છે. આ બંને હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ચીન વિરુધ બોલનારા અધિકારીઓને દૂર થઇ ગયા છે.

ભારતના સંરક્ષણ નિષ્ણાતના આ ટ્વીટથી ચીન સરકારનું માઉથ ઓર્ગન ગણાતું ગ્લોબલ ટાઇમ્સ અખબાર આક્રમક બની ગયું છે. ગ્લોબલ ટાઇમ્સે બ્રહ્નચેલાનીના ટવીટનો જવાબ આપતા વાતને વળાંક આપીને કોમેન્ટ કરી કે બ્રહ્મચેલાનીના દ્વષ્ટીકોણથી જોઇએ તો હેલિકૉપ્ટર ક્રેશની પાછળ અમેરિકાનો હાથ છે જેમાં જનરલ રાવતનું મુત્યુ થયું છે.ગ્લોબલ ટાઇમ્સે પોતાના ટ્વીટમાં અમેરિકાનો વિરોધ છતાં રશિયા સાથેની એન્ટી મિસાઇલ સિસ્ટમ એસ ૪૦૦નો ઉલ્લેખ કર્યો છે. ભારતે અમેરિકાને વાંધો હોવા છતાં રશિયા પાસેથી એસ ૪૦૦ મિસાઇલ ખરીદવાનો નિર્ણય બદલ્યો ન હતો.જો કે ચેલાનીએ ગ્લોબલ ટાઇમ્સ પર પોતાના ટ્વીટનું ખોટું અર્થઘટન અને દુરોપયોગ કરવાનો આરોપ મુકયો હતો. ચેલાનીએ આવા અર્થઘટનને ચાઇનિઝ કમ્યૂનિસ્ટ પાર્ટીના લોકોની ભ્રષ્ટ માનસિકતાને જવાબદાર ગણાવી હતી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી