દાવો: ભારતીય સરહદમાં ચીની સૈનિકોએ કરી ઘુસણખોરી, બેનર અને ઝંડા લહેરાવ્યા

ડોકલામ વિવાદના બે વર્ષ બાદ ફરીએકવાર ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરીની ખબર સામે આવી છે. જો કે ભારતીય સેનાએ આવા સમાચારોનું ખંડન કર્યું છે. સેનાએ કહ્યું કે લદ્દાખના દામચોક વિસ્તારમાં 6 જુલાઇએ ચીનના લોકોએ લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ પાર કર્યું નથી. એલએસી પર ચીનનાં સૈનિક દેખાયા છે. તેઓ 11 હોવાનું જણાવાઇ રહ્યું છે.

આ વખતે ચીને લદ્દાખીયો પર માનસિક દબાણ બનાવવાની રણનીતિ અપનાવી છે. હાલમાં જ દલાઇ લામાના જન્મ દિવસ સમારંભ દરમિયાન ચીને લદ્દાખીયોને ભડકાવવાનો આરોપ લગાવ્યો. આ આશરે 40 મિનિટ સુધી તે સ્થળ પર રહ્યા અને ત્યાર બાદ તેઓ પરત ફરી ગયા. સેનાના સુત્રોનો દાવો છે કે તેમણે LACને પાર નથી કર્યું, જો કે અનેક સ્થળો પર સુત્રોએ LACમાં ગુસણખોરીનો દાવો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં દલાઇ લામાના જન્મદિને મોટા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં લદ્દાખમાંથી પણ લોકો સામેલ હતા. આ દરમિયાન ચીન તરફથી કેટલાક બેનર દેખાડવામાં આવ્યા હતા. બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન સરહદની સામેની બાજુ અંદાજે 2-3 સિવિલ કાર પહોંચી. જેમાં ચીનના લોકો સવાર હતા. તેઓ એક લાલ રંગના મોટા બેન લઇને આવ્યા હતા. એ બેનરમાં ચીની ભાષામાં Ban all activity to split Tibet લખ્યું હતું.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી