September 26, 2020
September 26, 2020

અરુણાચલમાં ચીનની સેનાએ 5 ભારતીયોનું કર્યું અપહરણ…! કોંગ્રેસના ધારાસભ્યનો દાવો

કોંગ્રેસ ધારાસભ્યએ PMOને કર્યું ટ્વીટ – ચીનને જવાબ આપો

અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ શનિવારે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે દાવો કર્યો કે ચીની સેનાએ સરહદ પરથી પાંચ ભારતીયોનું અપહરણ કરી લીધું છે. આ મામલે તેમણે PMOને ટ્વીટ કરી ફરિયાદ કરી છે.

કોંગ્રેસના ધારાસભ્યા નિનોંન્ગ એરિંગે દાવો કર્યો છે કે અરુણાચલ પ્રદેશના ઉપરના સુબનસિરી જિલ્લાના 5 લોકોને કથિત રીતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના માધ્યમથી અપહરણ કરવામાં આવ્યું છે. થોડાક મહિના પહેલા આ પ્રકારની ઘટના થઈ હતી. ચીનની સેનાએ જવાબ આપવો પડશે.

એક તરફ ચીન વાતચીત કરી સમસ્યાને ઉકેલવાનો ડોળ કરે છે. બીજી તરફ કાલા ટોપ હિલ પર ઘૂસણખોરીમાં નિષ્ફળ જતા ફાયરિંગ રેન્જમાં આવી ગયું છે. જ્યાં એક તરફ મોસ્કોમાં ચીનના રક્ષા મંત્રી રાજનાથ સાથે બેઠક કરે છે. અને અરુણાચલમાં આ પ્રકારનું કૃત્ય પણ કરી રહ્યું છે.

નોંધનિય છે કે, જમ્મુ-કાશ્મિરનાં લદ્દાખમાં સ્થિત પેંગોંગ સો લેકની નજીક ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ જે રીતે ભારતીય સેનાએ ચીનને ખદેડ્યું ત્યાંર બાદ ચીન સરહદ પર સેનાની તાકાત વધારવામાં લાગ્યું છે, સમાચાર છે કે પેંગોગ લેકનાં દક્ષિણ કિનારા પર ચીનની ટેન્કો અને જવાનો ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે, ચીન પોતાની તોપોને વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક તૈનાત કરવામાં લાગ્યું છે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર