ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બની તો ચોકીદાર જેલમાં હશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને ફરી એકવાર વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો રાફેલ ડીની તપાસ થશે અને ચોકીદાર જેલમાં હશે.

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરુવારે એક ચૂંટણી સભાને સંબોધન કરતા આ વાત કહી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, કોઇ ગરીબ મજૂરને દરવાજે ચોકીદાર હોતો નથી પરંતુ અનિલ અંબાણીના બંગલાની બહાર હજાર ચોકીદાર છે.

ચોરીના પૈસાની સંભાળ રાખવા માટે આ બધા ચોકીદારો રાખવામાં આવ્યા છે. ચૂંટણી પછી ચિત્ર બદલાઇ જશે અને પોતાને ચોકીદાર ગણાવતા ચોર જેલમાં હશે.

 49 ,  3