IPL Auction 2021 : સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યા ક્રિસ મૉરિસ, રાજસ્થાન રૉયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

 ક્રિસ મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

આઈપીએલ 2021ના મિની ઓક્શનનું ગુરૂવાર એટલે કે 18 ફેબ્રુઆરીએ આયોજન થવાનું છે. આ વખતે કુલ 292 ખેલાડીઓને હરાજી માટે સામેલ કરવામાં આવ્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો હરાજીમાં તેની સંખ્યા કુલ 128 છે. પરંતુ આઠેય ફ્રેન્ચાઇઝીમાં મળીને કુલ 22 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. તેવામાં વિદેશી ખેલાડીઓ પર મોટી બોલી લાગવાવમાં આવી રહી છે.

75 લાખની બેસ પ્રાઇસવાળા દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ મોરિસ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ પહેલા યુવરાજ સિંહને 2015માં દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો.

50 લાખની બેસ પ્રાઇસ સાથે હરાજીમાં ઉતરેલા શિવમ દૂબેને 4.4 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે, ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને સીએસકેએ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો. મોઈન અલીની 2 કરોડની બેસ પ્રાઇસ હતી. બાંગ્લાદેશના સાકિબ અલ હસનને કોલકાતા નાઇટ રાઇડર્સે 3.2 કરોડમાં ખરીદ્યો. સાકિબની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.

બાંગ્લાદેશના સાકિબ અલ હસનને કોલકાતા નાઇટ રાઇડર્સે 3.2 કરોડમાં ખરીદ્યો. સાકિબની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.

ગ્લેન મેક્સવેલ આઈપીએલના ઇતિહાસનો ચોથા સૌથી મોંઘો ખેલાડી છે. આ પહેલા યુવરાજ સિંહને 16 કરોડ, પેટ કમિન્સને 15.5 કરોડ અને બેન સ્ટોક્સને 14.5 કરોડ રૂપિયા મળ્યા હતા. મેક્સવેલ આઈપીએલ-2020માં સાવ ફ્લોપ રહ્યો હતો. છતા તેને ઘણી કિંમત મળી છે

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર