વિશ્વભરમાં નાતાલ પર્વની તડામાર તૈયારીઓ

કોરોના-ઓમિક્રોનના સાયા વચ્ચે ઉજવણી

ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો વધતા ફરી પ્રતિબંધો લાદી રહ્યા છે. જેમાં ખાસ કરીને બ્રિટેન, અમેરિકા જેવા દેશોમાં સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિ વચ્ચે આવતીકાલે કોરોના- ઓમિક્રોનના સાયા વચ્ચે ઉજવણી વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે જેને પગલે નાતાલ પર્વની તડામાર તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય તેમજ અન્ય વસવાટ કરતા ખ્રિસ્તી અને બીનખ્રિસ્તી સમુદાયના લોકો આવતીકાલે ૨૫મી ડિસેમ્બરને રવિવારે ભગવાન ઈસુના જન્મદિવસના નાતાલ પર્વની રંગેચંગે ઉજવણી કરશે. નાતાલ અને ન્યુ યરની ઉજવણી અંતર્ગત ક્રિશ્ચયન પરિવારો દ્વારા ઘરોને ક્રિસમસ ટ્રી અને આકર્ષક રોશનીથી ઝળહળતા કરી દેવા આવ્યા છે.

સત્ય, સહિષ્ણુતા અને ધર્મનો ઉપદેશ આપનાર ભગવાન ઈસુનો જન્મ રપમી ડિસેમ્બરના રોજ બેથલેહેમ ખાતે થયો હતો. જેથી સમગ્ર વિશ્વમાં પ્રભુ ઈસુના જન્મદિવસની ક્રિસમસ-નાતાલ તરીકે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી ઈ.સ.ના નવા વર્ષના વધામણાં સુધી ચાલતી હોય, વિશ્વ સમુદાય સાથે સમગ્ર ગોહિલવાડમાં નાતાલ-નવા વર્ષનો પર્વ રંગેચંગે ઉજવવામાં આવશે. રાજ્ય તેમજ અન્ય વસવાટ કરતા ખ્રિસ્તી અને બીનખ્રિસ્તી સમુદાયના લોકો આવતીકાલે ૨૫મી ડિસેમ્બરને રવિવારે ભગવાન ઈસુના જન્મદિવસના નાતાલ પર્વની રંગેચંગે ઉજવણી કરશે. નાતાલ અને ન્યુ યરની ઉજવણી અંતર્ગત ક્રિશ્ચયન પરિવારો દ્વારા ઘરોને ક્રિસમસ ટ્રી અને આકર્ષક રોશનીથી ઝળહળતા કરી દેવા આવ્યા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી