ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની સાથે જાદુગરોની ટીમ પણ મેદાનમાં ઉતારી છે. ભાજપે 52 જેટલા જાદુગરોની ટીમ 26 મતવિસ્તારમાં મોકલી છે. એટલે કે એક મતવિસ્તારમાં બે જાદુગરો પોતાની બાજીગરી કે જાદુગરીની ટ્રીકથી લોકોને ભાજપને વોટ આપવા જણાવશે.
ભારતના સૌથી મહાન જદુગરોમાં કેલાલ સૌથી મોખરે છે. કાન્તિલાલ નામના આ જાદુગર મૂળ ગુજરાતના હતા. તેમના જાદુના ખેલ જોવા માટે લોકોની ભારે ભીડ જમા થતી હતી. આમ તો બંગાળની ધરતી જાદુના ખેલ માટે પ્રખ્યાત છે.
બંગાળમાં મમતા બેનરજી જાદુગરની અદાથી મતદારોને મોહિત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપે જાદુગરોની ટીમ મેદાનમાં ઉતારી છે. અલબત આ જાદુગરોના કહેવાથી ભાજપને ખરેખર કેટલા વોટ મળે છે કે મળ્યા એ પણ જોવું જોઈએ. મનોરંજન માટે આમ પણ જાદુના ખેલ આવકાર્ય છે.
100 , 3