September 19, 2020
September 19, 2020

સુરત : ચુની ગજેરા કેસમાં નવો વળાંક, છેડતીનો આરોપ લગાવનાર શિક્ષિકા પર ખંડણીની ફરિયાદ

ગજેરા સ્કૂલને બદનામ કરવાની ધમકી આપી રૂા. 11 લાખ પડાવ્યા હોવાનો આરોપ

ઉદ્યોગપતિ અને ગજેરા ગજેરા ગ્લોબલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવનાર શિક્ષિકા વિરૂધ્ધ શાળાના પ્રિન્સીપાલ દ્વારા મેનેજમેન્ટ અને ટ્રસ્ટીને બદનામ કરવાની ધમકી આપી રૂા. 11 લાખ પડાવી લીધા બાદ વધુ રૂા. 5 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ મામલે અડાજણમાં આક્ષેપ કરનાર મહિલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં ગજેરા સ્કૂલને બદનામ કરવા માટે રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. છેડતીનો આરોપ લગાવનાર શિક્ષિકાએ 11 લાખ પડાવ્યા હોવાનો આરોપ સ્કૂલ મેનેજમેન્ટે ફરિયાદમાં કર્યો છે. ત્યારબાદ વધુ 5 લાખ રૂપિયા માંગતા ફરિયાદ નોંધાવાઈ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાહોમાં જકડી, શારીરિક અડલપા કર્યાનો આરોપ

શાળામાં જ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી મહિલાએ ટ્રસ્ટી ચુનીલાલ હરિલાલ ગજેરા પર અવારનવાર બીભત્સ ચેનચાળા, માનસિક ત્રાસ તેમજ જબરજસ્તી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

શિક્ષિકાએ આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2018માં ગજેરા ગ્લોબલ સ્કૂલમાં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તે દરમિયાન સુરતની આદર્શ સોસાયટી ખાતે રહેતા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ છડતી કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ચુનીલાલ ગજેરા મને ઓફિસમાં બોલાવતા હતા અને ‘તને કઇ તકલીફ તો નથી ને તુ ખુશ છે ને..’ કહી આંખોથી ગંદા ઇશારા કરતા હતા. ટ્રસ્ટીની આ હરકત જોઇ શિક્ષિકા ટૂંકમાં જવાબ આપી પરત ક્લાસમાં જતી રહી હતી.

શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યુંં કે, ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા અવાર નવાર અલગ અલગ નંબર પર ફોન કરી હાલ ચાલ પૂછતા અને કહેતા ‘તને પહેલા જોઇ હોત તો આજે તું ક્યાંથી ક્યાય હોત..’

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, 25 ડિસેમ્બર 2018ના રોજ કતારગામ તેમની ડાયમંડ ઓફિસે શિક્ષિકાને મળવા બોલાવી હતી. જ્યાં એકલતાનો લાભ લઇ ચુનીલાલ ગજેરા જબરજસ્તી કરી, શારીરિક અડપલા કર્યા હતા. શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ઘટના બાદ શાળા તરફથી ખુબ જ ત્રાસ આપવામાં આવતો બાદમાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર