September 19, 2020
September 19, 2020

સિપ્લા કંપની ટૂંકસમયમાં લોન્ચ કરશે કોરોનાની દવા, આટલી હશે કિંમત

ભારતની ફાર્મા કંપની સિપ્લા ઓગસ્ટ મહિનામાં ફેવીપિરાવિર દવા લોન્ચ કરવાવાળી છે. આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે થશે. મીડિયા રિપોર્ટ મુજબ સીએસઆઈઆર એટલે કે કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચએ ઓછા ખર્ચમાં આ દવા તૈયારી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિપ્લાને ડીસીજીઆઈથી આ દવા લોન્ચ કરવા મંજૂરી મળી ગઈ છે. ભારતમાં સિપ્લા આ દવાને ‘સિપ્લેંજા’  બ્રાન્ડ નામથી લોન્ચ કરશે. આ દવા ઓગસ્ટના પહેલા સપ્તાહથી માર્કેટમાં ઉપલબ્ધ થશે એવી માહિતી છે. કિંમતની વાત કરીએ તો આ દવાની એક ટેબલેટની કિંમત 68 રૂપિયા બતાવવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિપ્લાએ તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં આ દવા બનાવવાની પ્રક્રિયા ઝડપી કરી છે. ડીસીજીઆઈએ દેશમાં ઇમરજન્સી સ્થિતિઓમાં ફેવીપિરાવીરની મંજૂરી આપી છે. નવી ટેક્નોલોજીથી દવાનું નિર્માણ થતા આનો ખર્ચ ઓછો છે તેથી કિંમત પણ ઓછી છે. માહિતી પ્રમાણે સિપ્લા ખૂબ જ ઓછા સમયમાં આ દવાનું ઉત્પાદન કરશે.

 105 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર