મનમોહન સિંહના જૂના નિવેદનને ટાંકીને વડાપ્રધાને વિપક્ષને બરાબર આડે હાથ લીધા

પીએમ મોદીનો કટાક્ષ – યહ આનંદ લેતે રહીએ, મોદી હૈ તો મૌકા લીજિયે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતાં વિપક્ષો પર કટાક્ષ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનને ટાંકીને વિપક્ષને ઘેરવાની કોશિશ કરી. 

મોદીએ કહ્યું હતું કે, તમે મારા પર ગુસ્સો કાઢીને ઘરમાં અત્યંત ખુશીથી સમય વિતાવતો હશો. તમને આ આનંદ મળે છે તેના માટે હું કામમાં આવ્યો તેને મારું સૌભાગ્ય સમજું છું, હું ઈચ્છું છું કે, આ આનંદ તમને સતત મળતો રહે. ચર્ચા કરતા રહો, લગાતાર ચર્ચા કરતા રહો, ગૃહને જીવંત રાખો.

મનમોહન સિંહે કરી હતી મોટા બજારની વકિલાત

પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિવેદન ટાક્યું. જેમાં તેમણે મોટા બજારની વકિલાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વ પીએમ મનમોહન સિંહના એક કથનને કોટ કરવા માંગીશ. તેમણે ખેડૂતોને પોતાની ઉપજ ક્યાંય પણ વેચવાના અધિકારની વાત કરી હતી. આથી વિપક્ષને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે પૂર્વ પીએમ મનમોહન સિંહની વાતને આ સરકારે માનવી જ પડી છે. તેમણે કહ્યું કે જે મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડી રહ્યું છે. તમે ગર્વ કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શરદ પવાર સહિત અનેક કોંગ્રેસના નેતાઓએ કૃષિ સુધારા વિશે વાત કરી છે. શરદ પવારે હજુ પણ સુધારાનો વિરોધ કર્યો નથી, અમને જે સારું લાગ્યું તે કર્યું અને આગળ પણ સુધારા કરતા રહીશું. પીએમ મોદીએ કહ્યું કે આજે વિપક્ષ યુટર્ન લઈ રહ્યો છે. કારણ કે રાજકારણ હાવી છે. 

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર