અમદાવાદ: પર્યાવરણ પ્રેમી કમિશ્નરે પ્રજાનો માન્યો આભાર, કર્યા ભરપેટ વખાણ

દશામાના વિસર્જનની ધામધૂમથી ઉજવણી થઈ. હજારો ભક્તોએ દશામાની પૂજા અર્ચના કરી તેમની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. પણ અમદાવાદમાં વિસર્જન સમયે એક અનોખી વસ્તુ જોવા મળી. જેને જાણીને તમે પણ હરખાઈ જશો. દર વર્ષે હજારો ભક્તો દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરે છે. પણ આ સમયે હજારો ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની મૂર્તિને નદીમાં વિસર્જન કરવાને બદલે રિવરફ્રન્ટ પર મૂકી દીધી હતી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદીઓનાં આ મામલે ભરપેટ વખાણ કર્યા હતા.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લખ્યું કે, આજે અમદાવાદમાં કાંઈક અદભૂત થયું છે. નાગરિકોએ સાબરમતી નદીને સ્વસ્છ રાખવાનો નિર્ણય કર્યો હતો. હજારો લોકએ મૂર્તિને નદીમાં વિસર્જન કરવાને બદલે, તેઓએ સન્માનપૂર્વક મૂર્તિને કાંઠા પર મૂકી દીધી હતી. એક અવિશ્વસનીય બદલાવ.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી