અત્યંત જોખમ ભરેલી બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી સિવિલના તબીબોએ કરી બાળકને નવજીવન આપ્યું

માસૂમના હૃદયને પુન:ધબકતુ થયું જે એક ચમકાત્કાર થી ઓછુ ન હતુ !!

નવજાત 5 મહિનાના બાળકને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ: એક ક્ષણે હ્યદય ધબકતુ બંધ થઇ ગયુ !!

નવજાત પાંચ મહિનાના મોરબીના બાળકને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી અને એક ક્ષણે તો હૃદય પણ ધબકતુ બંધ થઇ ગયું હતું. જો કે, સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત જોખમ ભરેલી બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી કરી બાળકને નવજીવન આપ્યું છે. નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા કોરોના કાળમાં પણ બાળકોની સંખ્યાબંધ સફળ સર્જરી કરી હતી.

મોરબીના શૈલેષભાઇ રાઠવા સાથે 5 મહિનાનું નવજાત રાજવીર હજુ તો પાપા-પગલી માંડતા પણ ન શીખ્યુ હતુ ત્યારે રાજવીરને એકા-એક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી રાજવીરને મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા ત્યાં તો રાજવીરને ઓક્સિજન પર રાખવા પડ્યો. જો કે, રાજવીરની હાલત સમય જતા વધુ નાજુક થવા લાગી હતી. જેથી વધુ સધન અને શ્રેષ્ઠ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામા આવ્યો હતો. પરંતુ રાજકોટમાં તબીબોને રાજવીરની સ્વાસ્થ્ય તકલીફોમાં હ્યદય સંબંધિત તકલીફો પણ અતિગંભીર જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેને રીફર કર્યો હતો.

5 મહિનાના નવજાત રાજવીરને તેમના માતા-પિતા સિવિલમાં શ્વાસ લેવામાં પડતી તકલીફની ફરિયાદ સાથે લાવ્યા હતા. એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હ્યદયના ઘબકારા અપ્રમાણસર બન્યા હતા. મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા. તબીબી સારવાર ચાલી રહી હતી એવામાં એક તબક્કે હ્યદયના ધબકારા બંધ પડી ગયા. જો કે, યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા ભરી સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા Cardiopulmonary resuscitation (CPR) (કૃત્રિમ રીતે હ્યદય પર દબાણ ઉભુ કરી હ્યદયને પુન:ધબકતુ કરવુ) અને ઇન્જેકશન આપી રાજવીરના હ્યદયને પુન:ધબકતુ કરવામાં આવ્યું જે એક ચમકાત્કાર થી ઓછુ ન હતુ !!

રાજવીરના હ્યદયના ધબકારા નાજૂક બનતા યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ. સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યુ કે છાતીના ભાગમાં 654 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી જે રાજવીરના ફેફસા અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઉભુ કરી રહી હતી જે કારણોસર જ રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી. જેણે તબીબોએ ભારે જહેમત બાદ નિયંત્રણ મેળવ્યુ.

રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આક્સમિક જરૂરિયાત ઉભી થતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે જે જન્મજાત જ હોય છે પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે. જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા તબીબો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી જે સાંભળી રાઠવા પરિવાર ગભરાયો હતો.

બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનું બીંડુ ઉપાડીને નવજીવન બક્ષવા કટિબધ્ધ થયા. સર્જરી દરિમયાન 654 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી. આ ગાંઠ ફેફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી.

આ અંગે સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, રાજવીરની સર્જરી કર્યા બાદ 1 દિવસ વેન્ટીલેટર પર અને 10 થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યુબ એટલે કે નળી વાટે દૂધ પીવડાવવામાં આવતુ હતુ. જે 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતુ થયુ. 10 થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે જહેમત બાદ રાજવીર સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ધરે પરત ફર્યો છે

 55 ,  1