સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, મહિલાઓના કપડાં ફાડ્યા Video

સુરત કલેક્ટર કચેરીમાં ભાજપ- કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. પહેલા મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી અને છુટ્ટા હાથની મારામારી બાદ પુરૃષ કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષો એક બીજાની સામ સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ અને ભાજપના લોકો વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઇ હતી.

આ બનાવમાં કેટલીક મહિલાઓના કપડા ફાડવામાં આવ્યા હોવાની શરમજનક ઘટના બની હતી. રાજકીય પક્ષના કાર્યકરોને આવી રીતે મારામારી કરતાં જોઈ લોકો ડઘાઈ ગયાં હતા. આ ઘટના બાદ બન્ને પક્ષના નેતાઓએ એક બીજા પર આક્ષેપ કરી ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું કહ્યું હતું.

આ ઘટનામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરીને મામલાને થાળે પાડ્યો હતો.

 63 ,  3