September 19, 2021
September 19, 2021

જય ભવાની ભવાનીપુરમાં દીદી અને પ્રિયંકા વચ્ચે ટક્કર

સામાન્ય ચૂંટણીઓની જેમ રસપ્રદ બનશે આ પેટાચૂંટણી પણ…

પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જેને પગલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠકથી ચૂંટણી લડશે જેની સીએમ મમતાને પડકાર આપવા માટે ભાજપે પણ પોતાનો ઉમેદવાર પસંદ કરી લીધો છે. મમતાને ટક્કર આપવા માટે વકીલ પ્રિયંકા ટિબરેવાલ વાળા પર કળશ ઢોળ્યો છે જ્યારે કોગ્રેસે આ બેઠક પર ઉમેદવાર ઉતારવાનું માંડી વાળ્યું છે. નોંધનીય છે કે, 30 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.

41 વર્ષીય પ્રિયંકા કલકત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. આ સાથે તેઓ યુવા મોરચાની ભાજપ યુવા વિંગમાં ઉપપ્રમુખ પદ પર છે. પ્રિયંકા વર્ષ 2014 માં ભાજપમાં જોડાયા હતા. તે સમયે પ્રિયંકા બાબુલ સુપ્રિયોની કાનૂની સલાહકાર તરીકે કામ કરતી હતી. તેઓ જ પ્રિયંકાને ભાજપમાં એન્ટ્રી અપાવી હતી.

જણાવી દઈએ કે,પ્રિયંકા ટિબરેવાલ હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં એંટલી સીટ પરથી ભાજપના ઉમેદવાર હતા. પણ ટીએમસીના સ્વર્ણ કમલે તેમને હરાવી દીધી હતી. પ્રિયંકાને વર્ષ 2015માં પણ ભાજપે કલકત્તા નગર નિગમ ચૂંટણીમાં ઉમેદવારમાં બનાવ્યા હતા. ત્યારે પણ તેમની ટીએમસીના ઉમેદવાર સામે હાર થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મમતા હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર ભાજપના સુવેંદુ અધિકારી સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે હવે તેમને મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવા માટે આ પેટાચૂંટણી જીતવી ખૂબ જરૂરી છે. બેનર્જીને પાંચ નવેમ્બર સુધી રાજ્ય વિધાનસભાનું સભ્ય પદ મેળવવું પડશે.

 49 ,  1