નરોડમાં AMCના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, દબાણ હટાવવા જતા થઇ માથાકૂટ

સંતોષીનગર ચાલી પાસે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઘર્ષણ

અમદાવાદના નરોડા ખાતે સંતોષીનગર ચાલી પાસે આજરોજ સવારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અને સ્થાનિકો સામ સામે આવતા ઘર્ષણ પણ થયું હતું. ગેરકાયદેસર બાંધકામ તોડવા જતા સ્તાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો કે આ ઘટના બાદ મહિલાઓ સહિત કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે.

કોર્પોરેશન દ્વારા શહેરના નરોડા વિસ્તારના સંતોષીનગર પાસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીગીર દરમિયાન સંતોષીનગર પાસે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા TP રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. TP 1નો 9.14 મીટરનો રસ્તો ખોલાવવા રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક મળી કુલ 100થી વધુ યુનિટ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રસ્તા પર આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવી રહ્યા હતા.

જો કે, TP રોડની વચ્ચે મંદિર અને સમાધીનું બાંધકામ કરી દેવાયું હતું. પરંતુ AMC દ્વારા રસ્તા વચ્ચે આવેલા મંદિર અને સમાધિનું બાંધકામ દૂર કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇે AMC અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જો કે, અસરગ્રસ્તોને તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાય પણ આપવામાં આવી હતી.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર