દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ભાજપના કાર્યકર્તા અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

અથડામણમાં અનેક ગાડીઓમાં તોડફોડ

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે દિલ્હીના ગાજીપુર સરહદ પર ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે અથડામણ થઈ છે. બીજી બીજુ ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતે આ અંગે કહ્યું કે, અમારો સ્ટેજ માર્ગ પર છે તો એનો એ અર્થ નથી કે કોઈ પણ અમારા સ્ટેજ પર આવી શકશે. અમારા સ્ટેજ પર આવવું હોય તો બીજેપી છોડીને આવવું પડશે.

તેમજ વધુમાં કહ્યું કે, તમે એવું દર્શાવવા માંગશો કે ગાઝીપુરના સ્ટેજ પર અમે ભાજપનો ઝંડો લહેરાવીને અમે તેના પર કબજો કરી લીધો છે. તો આ ખોટી વાત છે. આવા લોકોને એવી હાલત કરવામાં આવશે કે તેઓ રાજ્યમાં ફરી ક્યાંય જઈ નહીં શકે. હું ધમકી જ આપી રહ્યો છું કે, જો અમારા સ્ટેજ પર ઝંડો લહેરાવીને કબજો કરશો તો અમે તેમનો ઈલાજ કરી દઈશું. સ્ટેજ પર કબજો કરીને કોઈનું સ્વાગત કરવું હોય તો, પોલીસની હાજરીમાં બીજેપીના લોકો સ્ટેજ પર કબજો કરવા માંગતા હોવ અને સ્ટેજ એટલું જ વ્હાલુ હોય તો આ આંદોલનમાં સામેલ થઈ જાઓ.

 98 ,  1