નવજોત સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે ઘર્ષણ

પંજાબ વિધાનસભામાં હંગામો

પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. હોબાળો એટલો વધારે થઈ ગયો હતો કે નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. દલીલો થવાની જગ્યાએ મારામારી થવા લાગતાં પંજાબ વિધાનસભાની ગરિમા પર સવાલ ઊભો થયો હતો.

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ અકાલી દળ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શિરોમણી અકાલી દળ દરેક મુદ્દે રાજનીતી કરે છે જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. 15મી વિધાનસભાના 16માં સેશન દરમિયાન આ ઘટના બની હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ચન્નીએ આરોપ લગાવ્યો હતો કે અકાલી દળના કારણે પંજાબમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દરવાજા ખૂલી ગયા હતા. અને સંઘ હંમેશા પંજાબના હિત વિરુદ્ધના કર્યો કરવા માટે જાણીતું છે.

આ અગાઉ બુદ્ધવારે અકાલી દળ અને ખેડૂતો વચ્ચે પણ મામલો ગરમાયો હતો. આ ઝઘડાની તુલના સયુંકત કિસાન મોરચા દ્વારા લખીમપુર ખીરી હિંસા સાથે કરવામાં આવી હતી અને ફિરોઝપુરમાં થયેલી આ માથાકૂટના કારણે હજુ તણાવની સ્થિતિ યથાવત છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી