રામબાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં TRF કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર

શ્રીનગરમાં સૈન્યનો આતંકી વિરુદ્ધ સપાટો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રામબાગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. જેમાં ટીઆરએફના કમાન્ડર મેહરના ઠાર થયો છે જે અધ્યાપકો અને નાગરિકોની હત્યામાં સંકળાયેલો હતો.

શ્રીનગરના આઈજી વિજય કુમારે ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ કરી છે. રાહતની વાત એ છે કે સુરક્ષા દળોને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. રામબાગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની પોલીસને માહિતી મળી હતી. જે બાદ પોલીસે તરત જ સેના અને સીઆરપીએફના જવાનો સાથે આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરક્ષાદળોનો ઘેરો વધુ મજબૂત થતો જોઈને આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ટૂંક સમયમાં એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું. એન્કાઉન્ટર સ્થળ તરફ સામાન્ય લોકોની અવરજવર અટકાવીને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી દેવામાં આવી. જ્યારે આતંકવાદીઓ તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થયો ન હતો, ત્યારે સુરક્ષા દળોએ સ્થળની શોધખોળ કરી હતી. આ દરમિયાન ત્યાંથી ત્રણ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બે આતંકીઓની ઓળખ મેહરાન અને બાસિત તરીકે થઈ છે. તે બંને ટીઆરએફ માટે કામ કરતા હતા. ત્રીજા વિશે હજુ કંઈ જાણી શકાયું નથી.

 16 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી