જજોની નિમણૂંકના મામલે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે ‘ઘર્ષણ’

કેન્દ્ર સરકારે કોલેજિયમને યાદ અપાવી 23 નામો અંગે નિર્ણય કરો

હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેટલાક જજોની નિમણૂંકના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ નિયુક્ત કોલેજિયમ એટલે કે જજોના નામ નક્કી કરતી સમિતી સામે એવો દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક મહિનાથી સુપ્રીમ કોર્ટ 23 જેટલા જજોની નિમણૂંકની ફાઇન મંજૂર કરતી નથી અને દબાવીને બેઠી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે, સુપ્રીમ કોર્ટ પહેલા પોતાનું વ્યવસ્થિત કરે.

સામાન્ય રીતે જજોની નિમણૂંક માટ કેન્દ્ર સરકાર નક્કી કરેલા નામો કોલેજિયમને મોકલેશે એ જ રીતે કોલેજિયમ કેટલાક નામો નક્કી કરીને મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલેશે. કોઇ કારણોસર તેમાંથી કોઇના નામો મંજૂર થઇ શકતા નથી.

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારની વિનંતી કરવામાં આવી કે, કોલેજિયમે મોકલેલી ફાઇલ મંજૂર કરવામાં આવી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને યાદ અપાવી કે કેન્દ્ર સરકારે મોકલેલા 23 જજોના નામોની ફાઇલ હજૂ મંજૂર થઇ નથી. એટલે સૌથી પહેલા તો સુપ્રીમ કોર્ટે પોતાનું ઘર વ્યવસ્થિત કરવું જોઇએ અને ત્યારબાદ કેન્દ્રને યાદ અપાવવું જોઇએ..

 37 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર