September 19, 2020
September 19, 2020

પ્રાંતિજ : હોર્ન વગાડવાને લઈને મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે મામલો થાળે પાડયો

પોલીસે કુલ ૨૫ વિરુધ્ધ જાહેર નામાનો ભંગનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રાત્રીના સમયે હોર્ન વગાડવાને લઈને મુસ્લિમ સમાજના બે જુથો વચ્ચે સામ- સામે બોલાચાલી બાદ મામલો બિચકાતા પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે જઈ મામલો થાળે પાડયો હતો તો સામસામે ફરીયાદ થતા પ્રાંતિજ પોલીસે બન્ને પક્ષે કુલ- ૨૫ વિરૂદધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાંતિજ ખાતે મોડી સાંજે એક જ સમાજના બે જુથો વચ્ચે હોર્ન વગાડવાને લઈને બે જુથો સામસામે બોલાચાલી બાદ મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ધર સળગાવી દેવાની ધમકી આપી જાહેરમાં લાકડી વડે હુમલો કરી બન્ને પક્ષે એક સપ થઇ મંડળીઓ રચી જાહેરમાં જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેર નામાનો ભંગ કર્યો હતો. તો મુસ્લિમ સમાજના એકજ કોમના બે જુથો વચ્ચે બોલાચાલીને લઈને પ્રાંતિજ PI પી.એલ.વાધેલાને ધટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ કાફલા સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડયો હતો.

તો બન્ને પક્ષે સામસામે ફરીયાદ નોધાઇ હતી જેમાં ફરીયાદી મોહમંદ અદનાન અબ્દુલ વ્હોરા ઉ.વર્ષ-૨૪ રહે વ્હોરવાડ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૧૨ વિરૂદધ પોલીસ ફરીયાદ કરી હતી જેમાં (૧) મહારૂપ શેખ નો નાનો ભાઇ જેનું નામ ખબર નથી (૨) અમ્માર શેખ નો ભાઇ (૩)અમ્માર શેખ (૪) મહારૂપ શેખ (૫) મુન્નાભાઈ રીક્ષાવાળા (૬) ઇકબાલભાઇ ડ્રાઈવર (૭) યુનુસભાઇ જે તમામે તમામ રહે પઠાણ વાડા તથા બીજા પાંચેક અજાણ્યા ઇસમો જેઓના નામ સરનામા ખબર નથી એમ ૧૨ વિરૂદધ ફરીયાદ થઇ હતી તો સામે પક્ષે પણ ફરીયાદી મુનાફમીયા ઉર્ફે મુન્નાભાઈ મહેબુબમીયાં શેખ રહે.

શેખવાડા દ્વારા ૧૩ વિરૂદધ ફરીયાદ કરી હતી જેમાં (૧) અસ્લમભાઇ લાકડાવાલા (૨) સઇદભાઇ ભાણાવાલા (૩) સફીભાઇ ઉર્ફે ગેરેજવાલા (૪)સજજાદ ચોખાવાલા (૫) અદનાન વોટસેપ સ્ટોર વાળા (૬) વાહીદ ભાઇ કટલરી વાળા (૭) નિજામ જાખુવાળા (૮) શાહરૂખ ભાઇ સુરતી તમામ રહે.વ્હોરવાડ તથા અન્ય પાંચેક માણસો મળી કુલ ૧૩ વિરૂદધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ હતી.

હાલ પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથધરી હતી. જેમાં રાત્રી દરમ્યાન કેટલાકની અટકાયત કરી હતી તો આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.ચાવડા દ્વારા હાથધરવામા આવી છે.

સંજય રાવલ

 106 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર