રાજ્યમાં આજથી SOPના પાલન સાથે ધોરણ 1થી 5ના વર્ગો શરૂ

દોઢ વર્ષ બાદ ભૂલકાંઓના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા દોઢ વર્ષથી બંધ ધોરણ-1થી 5નું શિક્ષણકાર્ય ઓફલાઈન આજે ફરી શરૂ થતા શાળાઓમાં બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ ફેલાવાના કારણે સરકારે પ્રાથમિક શાળાને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો જે બાદ હવે લાંબા ગાળા બાદ રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે હવે શાળાઓ બાળકોનો કિલ્લોર જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ ધો.6થી 12 ધોરણ તેમજ કોલેજોને તબક્કાવાર મંજૂરી આપી હતી. પરતું રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે કેટલાક વર્ગો ઓનલાઈન ચલાવવામાં આવતા હતા. જોકે હવે કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે ત્યારે સરકારે સાથે ધો.1થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપી છે. આજથી બાળકોમાં શાળા જવાનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે દિવાળી વેકેશન ખુલતાના પહેલા જ દિવસે મોટાભાગની શાળાઓ અભ્યાસ શરૂ કરશે નહીં.

ધો.1થી 5ના વર્ગો શરૂ થયા બાદ બાળકોને સ્કૂલે આવવાની ટેવ પાડવા અને સ્કૂલના વાતાવરણ સાથે સેટ થવા માટે સંચાલકો શરૂઆતમાં બે કલાકનો જ અભ્યાસ કરાવશે. હવે લાંબા સમય બાદ જ્યારે શાળાઓ શરૂ થઈ છે ત્યારે મોટાભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે. પરંતુ વાલીઓને સૌથી મોટી ચિંતા બાળકોની સુરક્ષાની છે. કારણ કે મોટા બાળકો પોતાની રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરી શકે છે. પરંતુ નાના બાળકોની સુરક્ષાને લઇને સ્કૂલ સંચાલકો તૈયારી કરશે કે નહીં,

SOPના પાલન સાથે સ્કૂલો શરૂ કરવાની મંજૂરી

આજથી ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સ્કૂલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું કે કોરોનામાં દોઢ વર્ષ બાદ ધોરણ-1થી 5નું શિક્ષણ સ્કૂલમાં શરૂ થશે. આજથી ધોરણ-1થી 5નું શિક્ષણ શાળામાં શરૂ થશે. જેમાં સુરક્ષા અને તકેદારીના ભાગ રૂપે કોરોના SOPનું શાળાઓમાં ચુસ્ત પણે પાલન કરવું રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ માંગ હતી તેને લઇ નિર્ણય કરાયો છે અને હાલ મોટા ભાગના લોકોએ પણ વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી