પંજાબમાં કોંગ્રેસ ટીમના કેપ્ટન ક્લીન બોલ્ડ…

સિદ્ધુની આક્રમક બેટીંગમાં અમરિન્દર ‘પેવિલિયન ભેગા’

પંજાબના રાજકારણમાં આજે સવારથી રાજકીય માહોલ ગરમાયો જોવા મળ્યો છે. આ સ્થિતિ વચ્ચે આખરે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે રાજીનામું આપ્યું છે. સાંજે રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ તેમણે રાજીનામાંની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે હવે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે જેમા જાખડનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખટરાગ ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિંઘ સિદ્ધુ વચ્ચે ચાલતા વિવાદોના કારણે જુથવાદ ઊભરી આવ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શનિવારે કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલ બનવારી પુરોહિતને મળવા માટે સમય માગીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે કહ્યું કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના રાજ્યપાલને મળ્યા છે અને તેમના મંત્રીમંડળનું રાજીનામું સુપરત કર્યું છે. થોડા સમયમાં કેપ્ટન રાજભવનની બહાર મીડિયાને સંબોધિત કરશે.

કેપ્ટનથી નાખુશ 40 ધારાસભ્યના પત્ર પછી કોંગ્રેસ હાઈકમાન્ડે એક મોટો નિર્ણય લેતાં આજે સાંજે 5 વાગ્યે ચંદીગઢમાં પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી