વલસાડ : પારડી મામલતદાર કચેરીના કલાર્ક લાંચ લેતા ઝડપાયા, દાખલો કાઢવા માંગ્યા હત 2000 રૂપિયા

સેવા સદનનો કારકુન ખાતેદાર પણાનો દાખલો આપવાના 2 હજાર લેતા ઝડપાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર કચેરીના કલાર્ક તેમજ વહીવટદાર લાંચ લેતા ઝડપાયા છે. 2 હજારની લાંચ લેતા રંગેહાથ ACBના હાથે ઝડપાયા છે. પારડી તાલુકાના સેવા સદનનો કારકુન ખાતેદાર ફરિયાદીના કાકાના ખાતેદાર પણાનો દાખલો મેળવવા માટે અરજી કરી હોવાથી દાખલો લેવા માટે ફરિયાદીએ કારકૂનો સંપર્ક કર્યો હતો. તેણે વચેટીયાને રૂપિયા બે હજાર આપીને દાખલો લેવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને છટકું ગોઠવતાં કારકૂને અને વચેટીયાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પારડી તાલુકાના કલસર ગામે રહેતા ફરિયાદીને સોલવંશીના દાખલાની જરૂર પડી હતી. જે માટે તેણે પારડી મામલતદાર કચેરી ખાતે અરજી કરી હતી. આ સોલ્વનસી ના દાખલા માટે કચેરીમાં ધરમ ધક્કા ખવડાવી રહ્યાં હતા અને મામલતદાર ઓફિસ ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કીર્તિ ઈશ્વરભાઈ પટેલ રહે નિશાળ ફળિયા ખૂટેજે અરજદાર વિજયભાઈ પાસે રૂપિયા 2000ની લાંચ માંગી હતી. આથી અરજદાર વિજયભાઈએ આ બાબતની ફરિયાદ ACBમાં કરતા વલસાડના ACB, PI,DM વસાવાએ છટકું ગોઠવ્યું હતું. આ કલાર્ક કિર્તીભાઈ અને વચેટીયો ગિરીશ લાંચના રૂપિયા સ્વીકારતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા હતા. વલસાડ ACBએ ક્લાર્ક અને વચેટિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર