CM ભૂપેન્દ્ર પટેલ 3 નવેમ્બરે કચ્છ બોર્ડરની મુલાકાતે

મુખ્યમંત્રી સેનાના જવાનો સાથે મનાવશે દિવાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. આ માટે કચ્છ બોર્ડરની મુલાકાતે cm ભૂપેન્દ્ર પટેલ જશે. 3 નવેમ્બરે સેનાના જવાનો સાથે CM મુલાકાત કરીને દિવાળી ઉજવશે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ આર્મી, BSF, એરફોર્સ, ગુજરાત પોલીસ, NCC, કોસ્ટ ગાર્ડના જવાનો સાથે ધોરડો ખાતે ખાસ બેઠક કરશે. ત્યારે જણાવી દઈએ કે સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની આ પહેલી દિવાળી છે. જેને તેઓ સરહદ પર મનાવશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી