સરકારી ભરતીને લઇ CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય..

રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદામાં અપાઈ છૂટછાટ

ગુજરાત સરકારે સ્પાર્ધાત્મક પરીક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 41 વર્ષની કરવામાં આવી છે. રાજ્યની સ્પાર્ધાત્મક પરીક્ષાની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. પ્રધાનમંડળની બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયા નિર્ણય મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. 

1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. ટેટની વેલીડીટીને ળઈને પણ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. 

રાજ્ય સરકાર સરકારી નોકરીમાં ભરતી માટે વયમર્યાદામાં છૂટછાટ આપી શકે છે. કોરોનાના સમયગાળા દરમિયાન ભરતી થઈ ન હોવાના કારણે એક વર્ષની છુટછાટ આપી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં આ સંદર્ભે ચર્ચા વિચારણા થઇ હોવાની માહિતી સામે આવી છે. 

 138 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી