હજારોની સંખ્યામાં કાર્યકરોના ટોળા ઉમટ્યા, નીતિ-નિયમો મૂકાયા નેવે, ભૂલાયો કોરોના
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે જેના પગલે સરકારે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતા નિયમોનું કડક પાલન કરાવવા નિર્દેશ આપ્યો છે પણ બીજી બીજુ આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટ એરપોર્ટથી ધર્મેન્દ્રસિંહ કોલેજ ભવ્ય રોડ- શો યોજ્યો છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા છે. ત્યારે એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં છે અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યા છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરી રહ્યા છે.

એક બાજુ રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગો સહિતના અન્ય સામજિક કાર્યક્રમો માત્ર 400 વ્યક્તિ હાજર રહી શકે છે જ્યારે બીજી બીજુ સરકાર ખુદ જાહેર મેળાવડા અને સરકારી ઉત્સવો કાર્યક્રમો કરીને હજારો ભીડ એકઠી કરી રહી છે જેના પગલે લોકોના મનમાં સવાલ સર્જાઈ છે કે, કોરોનાની ગાઈડલાઈનના નિયમો માત્ર પ્રજા માટે છે નેતાઓને લાગુ પડતા નથી? સામાન્ય પ્રજાને માસ્ક ના પહેર્યુ હોય તો દંડ ફટકારે છે પણ રાજકીય નેતાઓ માસ્ક ના પહેરે તો મૂક પ્રેક્ષક બનીને પોલીસ બેવડુ વલણ અપનાવી રહી છે.

રોડ શો દરમિયાન આ રસ્તાઓ રહેશે બંધ
મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામુ આજે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે. તેમજ રોડ શોના રૂટમાં આવતા તમામ રસ્તાઓને નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યાનો સમય રાજકોટવાસીઓ માટે આકરો બની રહેશે. તેઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.
88 , 1