ઓમિક્રોને લઈને CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક

અમદાવાદ સહિત ગુજરાતમાં ઓમિક્રોનના કેસ વધતા સરકાર સફાળી જાગી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેના પગલે સરકાર સહિત લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પડી હતી. બેઠકમાં બીજા રાજ્યોની જેમ કડમ અમલ કરવાને બદલે માત્ર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમ સૂત્રો દ્રારા માહિતી મળી રહી છે. બીજી બીજુ ગુજરાતમાં આગામી દિવસોમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજીને ફરી નમસ્તે ટ્રમ્પ વાળી થશે તેમ વિપક્ષ પાર્ટી કહી રહી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 કેસ નોંધાઈ ચૂક્યા છે.

બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

​​​​​​​દેશમાં 17 રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 287 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 65, દિલ્હીમાં 57, તમિલનાડુમાં 34, કેરળ અને તેલંગાણામાં 24-24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 22, કર્ણાટકમાં 19, હરિયાણામાં 4, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં 3-3, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ 2-2, ચંદિગઢ, લદ્દાખ અને ઉતરાખંડ 1-1 કેસ નોંધાયા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી